સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એગ્રીકલચર તેમજ ગ્રામ્ય વીજ લાઈનો પરથી વાયર ચોરીની ઘટના ખુબજ મોટા પ્રમાણમાં વધી ગઈ હતી, જેને લઈને ખેડૂતો અને વીજ વિભાગના કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા.જેને લઈ પોલીસ એક્શનમાં આવી હતી.જે વચ્ચે સુરત શહેર ડીસીબીએ બાતમીના આધારે કામરેજ પાસેથી ચાર આરોપીને ઝડપી પડયા હતા અને જિલ્લામાં નોંધાયેલા ગુનાને આધારે પલસાણા પોલીસને સોંપ્યા હતા. પલસાણા પોલીસને સોંપ્યા હતા.વીજ લાઇન ફોલ્ટ કરી આરોપીઑ વાયર કાપી લેત8પલસાણા પોલીસે આરોપીનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ પલસાણા પીએસઆઈ ચેતન ગઢવીને મળેલી બાતમી અને માહિતીના આધારે આરોપીના ગોડાઉન પર દરોડા પાડયા હતા અને પોલીસ પણ ગોડાઉન જોઈ ચોકી ગઈ હતી, પલસાણા પોલીસે ગોડાઉનમાંથી અધધ 60 લાખની કિંમતનો 30,000 કિલો વીજ લાઈનના વાયરનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમ્યાન એકાંત વાળા વિસ્તારમાં રેકી કરતા અને અવાવરું જગ્યા કે ખેતર પસંદ કરતાં જ્યાં લોકોની અવરજવર નહિ હોય અને રાત્રે નક્કી કરેલી જગ્યાએ જય પહેલા ચાલુ વીજ લાઈન પર લંગર રાખી ફોલ્ટ કરી લાઈન બંધ કરી દેતા અને ત્યાર બાદ પ્લાસ્ટિકના કટર વડે વીજ વાયરો કાપી ટેમ્પમાં ભરી ફરાર થઇ જતાં હતા.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।