કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરત ના તમામ અલગ અલગ વિસ્તારો માં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન કરવામાં આવ્યુ.

દેશ ભર મા વધતી જતી અસહ્ય મોંઘવારી અને બેરોજગારી ના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક બની છે. અને જેને લઈને આજ રોજ કોંગ્રેસે દ્વરા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસ ના કાર્યકરોએ આવકારી હતી.

 જે જાહેરાત અંતર્ગત આજરોજ સુરત શહેરમાં મોંઘવારીના , બેરોઝગારી નસાખોરી ના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ગુજરાત સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યુ હતું જે માં સુરત શહર યુવક કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી ને સાંકેતિક બંધ નું એલાન કર્યું હતું.

જયારે આ મોંઘવારીના , બેરોઝગારી નસાખોરી ના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ગુજરાત સાંકેતિક બંધનું એલાન માં ગુજરાત યુથ કોંગ્રેસ ના સભ્ય કાદિર શૈખ પણ સહભાગી થયા હતા.