રાજ્ય અને કેન્દ્રના કારણે મોંઘવારી,બેરોજગારી,કાયદો અને વ્યવસ્થા અને અર્થતંત્ર નિષ્ફળ નિવડતા પ્રદેશ કોંગ્રેસના સવાર થી બપોર સુધીના બંધના એલાનમાં વેપારીઓ અને લોકોને જોડાવવા અનુરોધ કરાયો...

-///////////////---------/////

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શનિવારે સવારના ૮ થી ૧૨ વાગ્યા સુધી દરેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક રીતે જોડાય તેવી અપીલ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરેલ છે

લાઠી બાબરના અને દામનગરના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તમામ વેપારીઓ અને લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે વધતી જતી મોંઘવારી,આકરો જી એસ ટી,બેરોજગારી,આત્મહત્યા,તેમન કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે મોંઘવારી અને બેરોજગારના કારણે લોકોનું જીવન બેહાલ બન્યું છે ત્યારે તેના સાંકેતિક પ્રતિકાર માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા શનિવારે સવાર થી બપોર સુધી દરેક લોકો તેમજ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખી કોંગ્રેસના બંધના એલાનને સફળ બનાવે તેવી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા લાઠી બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ લાઠી બાબરા અને દામનગર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વેપારી આગેવાનો એ લાગણી વ્યક્ત કરી દરેક વેપારીઓ તેમજ લોકોને જાહેર અનુરોધ કર્યો છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી