ચાલુ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામા ચોમાસાની સિઝનમાં કોરોનાની સાથે સિઝનલ ફ્લુ(સ્વાઇન ફ્લુ)ના રોગચાળાએ માથુ ઉચક્યુ છે. સ્વાઇન ફ્લુની બિમારીનો પાયો શરદી-ખાંસી અને તાવની બિમારી છે. ભાવનગર શહેરમાં આજે સિઝનલ ફ્લુથી વધુ એક મોત થયું છે. જેમાં શહેરમાં સંસ્કાર મંડળ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું સ્વાઇન ફ્લુથી મોત થયું છે. 14 ઓગસ્જ્યાટથી શહેરમાં સ્વાઇન ફ્લુથી મોતનો સિલસિલો શરૂ થયો છે અને છેલ્લાં 24 દિવસ દરમિયાન 7 દર્દીના સ્વાઇન ફ્લુથી મોત થયા છે. શહેરમાં ફ્લુના નવા પાંચ કેસ અને ગ્રામ્ય કક્ષાએ નવા બે કેસ નોંધાયા હતા. કોરોનામાં આજે શહેરમાં બે નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.છેલ્લા કેટલાક દિવસથી સ્વાઈનફલૂ ભાવનગરમાં વકરી રહ્યો છે. દિવસે દિવસે તેના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેથી લોકોની ચિંતા વધી છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં સ્વાઈનફલૂના 7 નવા કેસ નોંધાયા છે, શહેરમમાં વધુ 1 વ્યકિતના સ્વાઈનફલૂથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાની સકંજો નરમ પડી ગયો છે તો બીજી તરફ સ્વાઇન ફ્લુનો ખતરો ગંભીર રીતે વધી રહ્યો છે જે ચિંતાજનક છે. શહેરમાં આજે અભિષેક સોસાયટીમાં 46 વર્ષીય મહિલા, સંસ્કાર મંડળમાં 70 વર્ષીય વૃદ્ધ, સરદારનગરમાં 43 વર્ષીય પુરૂષ, જમનાકુંડમાં 51 વર્ષીય મહિલા અને તિલકનગરમાં 58 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ ભાવનગર શહેરમાં ફ્લુના કુલ 58 દર્દી નોંધાયા છે અને તે પૈકી 8ના મોત થયા છે જ્યારે 13 દર્દી સારવારમાં છે અને 37 દર્દી સાજા થઇ ગયા છે. આજે શહેરમાં કોરોનાના પણ બે કેસ નોંધાયા જેમાં ડોન ચોકમાં 47 વર્ષીય પુરૂષ તથા ઘોઘા સર્કલમાં 31 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે સ્વાઇન ફ્લુના નવા બે કેસ નોંધાયા છે જેમાં પાલિતાણાના 37 વર્ષીય પુરૂષ તથા ભાવનગરના તગડીના 32 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 30 કેસ નોંધાયા તે પૈકી 16 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 12 દર્દી સારવારમાં છે તેમજ 2ના મોત થયા છે. સ્વાઈનફલૂના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે. સ્વાઈનફલૂમાં પણ મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ હોય છે ત્યારે બિમાર લોકોએ તત્કાલ રીપોર્ટ કરાવી લઈ સારવાર કરાવવી જોઈએ.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |