જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી બેઠક
અરવલ્લી જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાની આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર PHCના મેડિકલ ઓફિસરોને ક્લેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
બેઠકમાં HMIS અંતર્ગત જિલ્લામાં થયેલા રજીસ્ટ્રેશન અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલા વેક્સીનેશન અંગે પણ સમિક્ષા કરવામાં આવી. જિલ્લાના મેટરનલ ડેથ અને તેના કારણો અંગે પણ વિચારવિમશ કરવામાં આવ્યો.
બેઠકમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીઓ અંગે ચર્ચા કરાઈ. આ ઉપરાંત કુપોષણ, જન્મ સમયે બાળકોના ઓછા વજન, બાળ મૃત્યુદર , એનીમિયાગ્રસ્ત માતાઓના ઈલાજ અંગે પણ સમિક્ષા કરાઈ.
બેઠકમાં કલેકટર દ્વારા મેટરનલ ડેથ કેસના પરિવારજનો સાથે વાત કરી. તેમને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી હતી કે કેમ એ અંગે પણ માહિતી મેળવી.
બેઠકમાં કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિતના ગવર્નીંગ બોડી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા