રાજુલા તાલુકાના કડીયાળી ગામે ફરીયાદી સોમાતભાઈ નાથાભાઈ ગુજરીયાના ભાઈ મગનભાઈ નાથાભાઈ ગુજરીયા મકાનનું બાંધકામ કરતા હોય જેથી ફરીયાદી સોમાતભાઈએ થોડી જગ્યા મુકીને બાંધકામ કરવાનું કહેતા આરોપીઓ મગનભાઈ ગુજરીયા તથા દેવાયતભાઈ ગોવિંદભાઈ ગુજરીયા તથા હિંમતભાઈ ગોવિંદભાઈ ગુજરીયાઓએ એક સંપ કરીને આ કામના ફરીયાદી સોમાતભાઈ ગુજરીયાને વાસડા વડે તેમજ ઢીકા પાટુ વડે ગંભીર માર મારેલ હતો જે અંગેની ફરીયાદ પીપાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાતા તપાસ કરનાર અધીકારી એ.એસ.આઈ. શ્રી હિંમતભાઈ એમ . રાઠોડ દ્વારા તપાસ કરીને નામદાર કોર્ટેમાં ચાજૅશીટ કરવામાં આવેલ . જે કેસ ચાલી જતા ફરીયાદી તથા નજરે જોનાર સાહેદોની જુબાની તથા વિવીધ દસ્તાવેજી પુરાવાઓનું મુલ્યાઆંકન કરી આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો હોય જેથી રાજુલાની કોર્ટેના જજ સાહેબશ્રીએ આનંદ એચ . ત્રીવેદીએ સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી . ગાંધીની દલીલો અને પુરાવાઓનું મુલ્યાંકનના આધારે એવુ તારણ કાઢેલ કે ઉપરોકત બધા આરોપીઓ નજીકના સગા હોવા છતા સામાન્ય બાબતે ગંભીર હુમલો કરેલ હોય અને જો આવી વ્યકિતઓને છોડવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય તેમ હોય જેથી આ બધા આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદી સોમાતભાઈ ને ગંભીર રીતે માર મારેલ હોય અને ફરીયાદી સોમાતભાઈ ગુજરીયા ઉપર ગંભીર હુમલો કરેલ હોય બધા આરોપીઓને આઈ . પી . સી . કલમ ૩૨૩ હેઠળ એક વર્ષની સાદી સજા તથા દરેક આરોપીને રૂા . ૧૦૦૦ / - અંકે રૂપિયા એક હજાર પુરા દંડ તથા આઈ . પી . સી . કલમ ૩૨૫ હેઠળ સાત વર્ષની સાદી સજા તથા દરેક આરોપીને રૂા . ૫૦૦૦ | અંકે રૂપિયા પાંચ હજાર પુરાનો દંડ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે . ઉપરોકત કામે સરકાર વતી સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી . ગાંધી રોકાયેલ હતા .
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.