ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે.
જેમાં સાત વ્યક્તિ પૈકી ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે અને બે લોકોની હાલત ગંભીર છે જ્યારે અન્ય લાપતા બનેલાઓની શોધખોળ ચાલુ છે. માહિતી મળતાં પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સફીપુર કોતવાલી વિસ્તારમાં પરિયાર ગંગા ઘાટ પર ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન સાત લોકો ડૂબી ગયા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.