જુનાગઢ જિલ્લામાં આજ રોજ ભેંસાણ તાલુકા ના ચુડા સોરઠ ગામે

પી.એ.સી સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ અને ઈ રીક્ષાનું

લોકાર્પણ કરવામાં આવ્યું..

જિલ્લા

પંચાયત ના સદસ્ય તેમજ શાશક પક્ષ ના નેતા ની

મેહનત થી આજે ચુડા ગામ ને એક અનેરી ભેટ રૂપે

એમ્બ્યુલન્સ તેમજ કચરા ના નિકાલ માટે ઇ રિક્ષા

ફાળવવા માં આવી છે .આજે આ કાર્યક્રમ નું લોકાર્પણ

જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ

પટોલિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું..આ કાર્યક્રમ

માં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય :- કુમારભાઈ

બસિયા,વડાલ સેવા સહકારી સંઘ ના પ્રમુખ:-

અમુભાઈ પટોલિયા,પરેશભાઈ સાવલિયા રમેશભાઈ

વેકરીયા,તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ,

ચુડા સ્ટેટ દરબાર સાહેબ અને ચુડા સોશિયલ ગ્રુપના

આગેવાન રવિભાઈ ધાધલ ચુડા ગ્રામપંચાયત સરપંચ

મંગાભાઈ મારું,ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલિયા,તમામ

ગ્રામ પંચાયત ના સદસ્ય, માજી સરપંચ જયસુખભાઈ

તથા મુકેશભાઈ વેગડા, તેમજ ચુડા પીએસસી સેન્ટરના

તમામ ડોક્ટરો અને સ્ટાફ હાજર રહ્યા હતા અને ચુડા

ગામને મળેલી આ નવી ભેટ અને સુવિધાઓને લોકોએ

બિરદાવી હતી ઈ રીક્ષા આવવાથી કચરો વ્યવસ્થિત

જગ્યાએ હેઠલવાશે ગામમાં ચોખાઈ રહેશે અને

મચ્છરજન્ય રોગોમાં રાહત રહેશે અને એમ્બ્યુલન્સ

આવવાથી કોઈ પણ દર્દીને ઇમરજન્સી સારવાર માટે

જિલ્લા અને તાલુકામાં ઇમરજન્સી પહોંચવા માટે સારી

સુવિધા મળશે આથી તમામ ગ્રામજનો એ કુમારભાઈ

બસયા અને પ્રવીણભાઈ પટોળીયા નો ખુબ ખુબ

આભાર વ્યક્ત કર્યો હતો....

બાઈટ...ઉદય ગોંડલીયા ઉપસરપંચ ચુડા ગ્રામ

પંચાયત

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ