ગળતેશ્વર તાલુકાના બલાઢા ગામે મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યાંની આસપાસ ગામની બાજુના તળાવમાંથી અંદાજિત 5 ફુટની લંબાઈ ધરાવતો મગર ગામમાં આવી ચઢ્યો હતો. ગામના સરપંચશ્રી ખાંટ રંગીતભાઈ એ. અને શેખ જકુભાઇ આઈ. એ ફ્રેઈન્ડ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય રામસિંહભાઈ પરમાર જાણ કરતા તેમનો NGO ના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને ગળતેશ્વર તાલુકાના RFO સાહેબશ્રી વિજયભાઈ પટેલને જાણ કરી હતી. સમગ્ર રેસ્ક્યુ વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ રામસિંહ પરમાર અને મુકેશભાઈ પરમારે મગરને રેસ્ક્યુ કરી વન વિભાગની મદદથી તેને સાનુકૂળ જગ્યાએ અને કુદરતી જગ્યાએ રિલીઝ કરી દેવામાં આવ્યો હતો
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર