રાજપીપળા જિલ્લા જેલ ખાતે ફરજ પર બજાવતા પોલીસકર્મી સાથે ગાળા ગારી કરી ઝગડો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર રાજપીપળા આ કામના ફરિયાદી પ્રવીણભાઈ જેસીંગભાઇ નાઓ જિલ્લા જેલ ખાતે પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન આ કામના આરોપી રમેશભાઇ કુબેરભાઈ તડવી અચાનક આવીને ફરિયાદી પ્રવીણભાઈ જેસીંગભાઇ નાઓને જણાવેલ કે અમારો પગાર સમયસર કેમ ચૂકવતો નથી તેમ કહી મા બહેન સમાન ગાળો બોલી ફરિયાદીને મોઢાના ભાગે લાફો મરેલ હોવાની ઘટના બનતાં આ કામના ફરિયાદી પ્રવિણભાઈએ રાજપીપલા પોલીસ મથકે આરોપી રમેશભાઇ કુબેરભાઈ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતાં રાજપીપલા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે