પશુપ્રેમી પર્યાવરણ પ્રેમી એવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા માધવપુર મુકામે આવેલ સંજીવની નેચર ફાઉન્ડેશન ગૌસેવા હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને લંપીવાયરસથી પીડિત ગૌધન વિશે ચર્ચાઓ કરી હતી અને દવાઓ તેમજ અન્ય જરૂરિયાત માટે ધારાસભ્ય દ્વારા જે કાંઈ જરૂરિયાત હોય એ બાબતે કહેવા કાર્યકરોને જણાવાયું હતું.
આ તકે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સરપંચ ભનુભાઈ ભુવા, દિલીપભાઈ મોકરીયા, સહિત અનેક આગેવાનો અને સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુલાકાત લઈને કાર્યકરોની મહેનત અને કામગીરી બિરદાવી હતી ત્યારે કાર્યકરોનો હોશ અને ઉત્સાહ વધ્યો હતો સંજીવની નેચર ફાઉન્ડેશન ગૌસેવા માધવપુરની ટીમ દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો હૃદયપૂવક આભાર વ્યક્ત કર્યો હતો