રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર રહેતા જીજ્ઞાશાબેન મનીષભાઈ સોનાણીને રાજકોટ મુકામે રહેતા તેણીના પતિ મનીષભાઈ, સાસુ લક્ષ્મીબેન તથા જેઠાણી કાજલબેન દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી, ગાળાગાળી કરી, એકબીજાને મદદગારી કરી આચરેલ ગુનાના કામે પતિ, સાસુ અને જેઠાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કોર્ટે ફરમાવેલ છે.
આ કેસની હકીકત મુજબ તો ફરિયાદીના લગ્ન જીવન દરમિયાન નાની- નાની ઘરકામ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી પતિને ચઢામણી કરી તેવા કારણોસર ઝઘડો કરી, ગાળો આપી, માનસિક ત્રાસ આપી, એક સંપ કરી ફરિયાદી બેનનુ જીવન જીવવું મુશ્કેલ કરી દેનાર પતિ મનીષ વલ્લભભાઈ સોનાણી, સાસુ લક્ષ્મીબેન વલ્લભભાઈ સોનાણી, જેઠાણી કાજલબેન ચેતનભાઈ સોનાણી (રહે.બધા રાજકોટવાળા) ઓ વિરુધ્ધ જીજ્ઞાશાબેન મનીષભાઈ સોનાણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ. જે કામે તપાસના અંતે ચાર્જસીટ થતા કેસ ચાલવા ૫૨ આવેલ.
ઉપરોકત કેસ ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે આરોપીઓ સામેનું તહોમત ફરિયાદ પક્ષ શંકાથી ૫૨ પુરવાર કરી શકેલ નથી. સાહેદોના નિવેદનોમાં મહતમ વિરોધાભાસ છે. આરોપીઓ સામેનું તહોમત પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે. આરોપીઓએ માત્ર ફરિયાદ પક્ષના કેસમાં શંકા ઉપસ્થિત કરવાની છે. ત્યારે સ૨કા૨ પક્ષ શંકાથી પર તહોમત પુરવાર કરી શકેલ નથી જેથી આરોપીઓને નિર્દોષ ઠેરાવી છોડી મુકવા રજૂઆત કરેલ. જે રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટ પતિ, સાસુ, જેઠાણી ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ એન્ડ એસોસિએટસના રીપલ એમ. ગેવરીયા, ભુવનેશ શાહી, કુણાલ શાહી, નીશાંત જોષી, ચેતન ચોવટીયા, કિશન મોડલીયા, વિવેક ભંડેરી, પાર્થ સંચાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા, રોકાયેલ હતા.