ગરાડુ થી ઝાલોદ માર્ગ ઉપર ઉપર નાના-મોટા ખાડાઓ પડી જવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.તેમજ આ ખાડાઓમાં પાણીના ભરાવાના કારણે ખાડાઓ નજરે નહીં પડતા ટુ-વ્હીલર વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે.જેમાં વાહન ચાલકો ઇજાઓના શિકાર પણ બની રહ્યા છે. તેમજ નાની-મોટી ગાડીઓને નુકસાન પણ થઈ રહ્યું છે.ત્યારે ગરાડુ થી ઝાલોદ જતા માર્ગ ઉપર પડેલા નાના-મોટા ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાણ કરવા પ્રત્યે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક ધોરણે ધ્યાન આપે તેવી વાહન ચાલકોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ તાલુકાના ગરાડુ થી પસાર થતા માર્ગ ઉપર હાલમાં નાના-મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જોકે હાલ વરસાદી દિવસોમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા ટુ-વ્હીલર વાહનો સ્લીપ થવાના અને આ રસ્તાથી અજાણ્યા મોટા વાહન ચાલકો ના વાહનોને નુકસાન થવાના તેમજ વાહન મુસાફરી કરતા લોકોને શારીરિક સમસ્યા થવાના બનાવો વધી જવા પામ્યા છે. હાલમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાડાઓનું પુરાણ કરવા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. મોટા પ્રમાણમાં આ ખાડાઓ ઉપરથી સરકારી અધિકારીઓ અવરજવર કરતા હોય છે ત્યારે શું આ અધિકારીઓને ખાડા જોવાતા ન હોય ,? કે પછી આખા આડા કાન કરતા હશે કે જોવાતું ના હશે તેવા વેધક સવાલ સાથે આ ખાડાઓ તાત્કાલિક રીપેરીંગ કરી પેચવર્ક કરવામાં આવે અથવા તો નવીન રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે