. શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ નાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી , મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવુ પોતે જાણતા હોવા છતાં દર્દીઓને નિદાન / સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ . |જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને ( 4 ) અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , જુના વાઘણીયા ગામે , ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાધજીભાઇ ગઢીયાનાં રહેણાંક મકાન ભાડેથી રાખી બાવાજી કલીનિક નામનું ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય , જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , બગસરા તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો - ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત , ઉવ , ૩૮ , ધંધો - ડોકટર રહે.બગસરા , નટવરનગર , તા.બગસરા જી.અમરેલી , કબ્જે કરેલ મુદ્દામાલ મજકુર પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત , રહે.બગસરા , નટવરનગર , તા.બગસરા જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નગ -૫૯ કુલ કિ.રૂા .૧૫,૦૮૫.૩૩ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને મજકુર ઇસમ વિરૂધ્ધ ગુનો રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ , નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક બોગસ ડોક્ટરને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી