લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા માઈ ભક્તોની સેવા ...

ભાદરવી પૂનમને લઈ અંબાજી મંદિર ખાતે લાખો માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ ગ્રુપો દ્વારા આવનાર યાત્રીઓ માટે વિવિધ પ્રકારની સેવાઓની ગોઠવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જગ્યાએ કેમ્પ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દિયોદરની સેવાકીય સંસ્થા એટલે લાયન્સ ક્લબ પરિવાર દિયોદર,, જે લોકો માટે હરહંમેશ સેવા પૂરી પાડે છે ત્યારે લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા યાત્રાળુઓ માટે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓ માટે ફ્રુટ વિતરણ પણ કર્યુ હતું. આ સેવામાં પરિવાર ના દિયોદરના પ્રમુખ જામાભાઈ પટેલ,ઉપપ્રમુખ લક્ષ્મણસિંહજી વાઘેલા, મંત્રી વિપુલભાઈ, પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ભાટી,ખજાનચી મહેશભાઈ ગજ્જર, પ્રદીપભાઈ શાહ, ચિરાગભાઈ રાવલ, ઈશ્વરભાઈ દેસાઈ,શ્રીરામભાઈ જોશી, પરાગભાઈ ગુર્જર, ડૉ. અશોકભાઈ પંચાલ ,પૂર્વ પ્રમુખ ગણેશભાઈ ચૌધરી, પ્રવીણભાઈ જોશી તેમજ સમગ્ર લાયન્સ કલબ પરિવાર દીયોદર ની ટીમ સાથે રહી આ સેવાકીય પ્રવૃતિમાં ભાગીદાર બન્યા હતા.લાયન્સ કલબ પરિવારે જન સેવા એજ પ્રભુ સેવા નો સિદ્ધાંત સાકાર કરી રહી છે. સેવા કેમ્પના દિયોદર ના વખા ગામે રહેતા અને હર હંમેશ સેવાકીય પ્રવૃતિ કરતા એવા પ્રદીપભાઈ શાહ, તપસ્વી હોસ્ટેલ ના સંચાલક ડાયાભાઈ ચૌધરી, ચિરાગભાઈ રાવલ ઈશ્વરભાઈ દેસાઈ અને ફ્રુટ વિતરણ ના દાતા મંત્રી વિપુલભાઈ, કે સમગ્ર લાયન્સ કલબ પરિવાર દિયોદર ની ટીમ એ સાથ અને સહયોગ પૂરો પાડી મેડિકલ સેવા તેમજ ફ્રુટ વિતરણના કાર્યક્રમ સહભાગી ને હતા..