વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .