પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવ ૬ સપ્ટેમ્બર ના રોજ કદવાલ હાઇસ્કુલ માં યોજવામાં આવ્યો હતો. જેમાં પાવીજેતપુર હાઈસ્કૂલે ૧૩ જેટલી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવી મોખરા નું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

              પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવમાં યજમાન હાઇસ્કુલ શેઠ શ્રી એમ.એ. કદવાલવાલા ના આચાર્ય હરમનસિંહના જણાવ્યા મુજબ પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવમાં ૯ હાઇસ્કુલો વતી ૩૫૪ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ ૨૪ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.જેમાં ૧૩ સ્પર્ધાઓમાં પાવીજેતપુર હાઈસ્કૂલ, ૯ સ્પર્ધામાં ભીખાપુરા હાઇસ્કુલ, ૨ સ્પર્ધામાં કદવાલ હાઇસ્કુલ જ્યારે ૧-૧ સ્પર્ધામાં ડુંગરવાંટ હાઈસ્કુલ અને એમ્બિશન હાઇસ્કુલ કાટકુવા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

                પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવમાં સૌ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં લોક નૃત્યમાં ભીખાપુરા હાઇસ્કુલ, વકૃત્વ સ્પર્ધામાં શાહ દીયા પાવીજેતપુર હાઇસ્કુલ, લોકસંગીતમાં સમૂહગીત મેહુલ એન્ડ પાર્ટી નીતાબેન એન્ડ ગ્રુપ ભીખાપુરા હાઈસ્કુલ, ગઝલ શાયરીમાં ખત્રી મહંમદ પાવીજેતપુર હાઇસ્કુલ, દોહા - છંદ ચોપાઈમાં નાયકા સેજલબેન કદવાલ હાઇસ્કુલ, એકાંકીમાં અલ્પેશ એન્ડ ગૃપ પાવીજેતપુર હાઇસ્કુલ, નિબંધમાં ચૌહાણ જયશ્રીબેન એમ્બીશન હાઈસ્કુલ કાટકુવા, નિબંધ વિભાગ ' બ ' માં રાઠવા સચિનભાઈ ડુંગરવટ હાઇસ્કુલ વગેરેએ પ્રથમ નંબર મેળવી શાળા તાલુકાનું નામ રોશન કર્યું હતું. 

           પાવીજેતપુર તાલુકા યુવક મહોત્સવ કદવાલ હાઇસ્કુલ માં માજી ધારાસભ્ય વેચાતભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યા હતા. આ સમયે એસ. વી. એસ. ના કન્વીનર સંજયભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સારામાં શિક્ષક એન જે બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.