દે.બારીઆના બહુચર્ચિત શોપિંગ સેન્ટરના બિલ્ડરો સામે હવે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા અરજી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

◆ બુલડોઝર બાબા બનવાના બદલે પાંચ વર્ષોથી અદબ જેવા વહીવટો સામે.....

◆ દે.બારીઆના બહુચર્ચિત શોપિંગ કોમ્પ્લેક્ષના બિલ્ડરો સામે હવે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા માટે અરજદાર સંજય પરમારની ઓનલાઈન અરજી.!!

દે.બારીઆ નગરના બહુચર્ચિત એવા સરકારના તાબા હસ્તકની શ્રીસરકાર જમીનમાં ૬૪ દુકાનોના શોપિંગ સેન્ટર બાંધી દેવાના બિલ્ડર ચહેરાઓના કારનામાઓ સામે જિલ્લા વહીવટી તંત્રના "સાહેબો"ના અદબવાળીને બેસીને થઈ રહેલા વહીવટ સામે અરજદાર સંજય પરમાર દ્વારા ગતરોજ દાહોદ જિલ્લા કલેકટર સમક્ષ ચાર બિલ્ડર ચહેરાઓના નામજોગ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માટે ઓનલાઈન અરજી કરતા આ બહુચર્ચિત પ્રકરણમાં વધુ એક ગરમાવો એટલા માટે ઉમેરાશે કે સરકારના તાબા હેઠળની શ્રીસરકારની જમીનમાં રાજકીય અને નાણાંકીય વગના સહારે ૬૪ દુકાનોના ઉભા કરવામાં આવેલા શોપિંગ સેન્ટર સામે સત્તાધીશોએ બુલડોઝર બાબા બનવાના બદલે છેલ્લા પાંચ વર્ષોથી વગદાર ચહેરાઓના પ્રભાવોમાં વહીવટી તંત્ર એકદમ સનન ચૂપની ભૂમિકામાં જ છે.!! દે.બારીઆ નગર અને વહીવટી તંત્રમાં પણ છેલ્લા પાંચ વર્ષોથી તમાશાઓમાં ગોઠવાયેલા બહુચર્ચિત એવા સીટી સર્વે નંબર ૨૦૫૮ સીટ નંબર ૧૩૭ની શ્રી સરકાર જમીનમાં ૬૪ દુકાનો ધરાવતું શોપિંગ કોમ્પ્લેક્ષ બાંધવામાં આવ્યું હતું.દે.બારીઆ પાલિકા, દે.બારીઆ મામલતદાર અને પ્રાંત અધિકારીની વારંવારની નોટીસો હુકમોની અવગણનાઓ કરવાના આ બિલ્ડર ચહેરાઓના પ્રભાવશાળી દેખાવોના અંતે તા.૨૭/૦૯/૨૦૧૮ના રોજ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા આ શોપિંગ કોમ્પલેક્ષની ૬૪ દુકાનો ને સીલ કરવાનો હુકમ કરીને સક્ષમ અદાલતમાં કેવિયટ પણ દાખલ કરી હતી.!! છેલ્લા પાંચ વર્ષોથી વગદાર બિલ્ડર ચહેરાઓને સહેજપણ નુકસાન ના થાય આ પ્રકારના વહીવટી સામે અરજદાર સંજય પરમાર દ્વારા ચાર બિલ્ડરો (૧) ગૌરાંગભાઈ પંડ્યા, (૨) ધર્મેશ કલાલ, (૩) શૈલેષ ડબગર અને (૪) હેમલતાબેન પટેલ સામે જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારની IORA એપ્લિકેશન મારફતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની ઓનલાઈન અરજી કરી છે.!!