ડીસા scw હાઇસ્કૂલ ખાતે નવજીવન બીએડ કોલેજ ની તાલીમાર્થી વિધાર્થી નું પ્રદર્શન

 ડીસા નવજીવન બીએડ કોલેજ દ્વારા તેમની વિદ્યાર્થીનિઓ દ્વારા આજ રોજ ડીસા scw હાઇસ્કૂલ માં પ્લાસ્ટિક મુક્ત ભારત તેમજ ગણેશઉત્સવ તેમજ વિદ્યાર્થી ઓ દ્વારા વિવિધ કારકર્મો નવજીવન બીએડ કોલેજ ની વિદ્યાર્થીની ફાલ્ગુની ઠકકર ના નેજા હેઠળ કરાયું હતું આ કાર્યક્રમ માં ડીસા ના જાણીતા તબીબ કોટક સાહેબ રોટરી પ્રમુખ વિષ્ણુ ભાઈ શર્મા સાહેબ અપૂર્વ ઝલમોરા તેમજ શાળા ના આચાર્ય મોદીસહેબ દ્વારા પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું તેમાંથી કાગળ ની કૃતિ ઓ બનાવાઈ હતી તેમજ આપણે જીવન માં પ્લાસ્ટીક નો અતિ ઉપયોગ કરીએ છીએ તેના થી પ્રકૃતી ને કેટલું નુકશાન થાય છે તે ફાલ્ગુની ઠક્કરે બતાવ્યું હતું તેમજ ત્યારબાદ ગણેશજી ની આરતી તેમજ પૂજા મહેમાનો દ્વારા કરવા માં આવી હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઓ ને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માં આવેલ તેમાં ફાલ્ગુની ઠકકર નો બાળકો ને તૈયાર કરવા માં વિશેષ ફાળો રહ્યો હતો મહેમાનો દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવા માં આવ્યું હતું તેમજ આકાર્યકર્મ થકી બાળકોને દેશ પ્રત્યે વફાદાર પ્રકૃતી પ્રેમ તેમજ પર્યાવરણ જતન નો સંદેશ મળશે આ કાર્યક્રમ ની સંપૂર્ણ જવાબદારી ફાલ્ગુની ઠકકર તેમજ અન્ય સહયોગી તાલીમાર્થી ઓ ઉપાડી હતી કાર્યક્રમ ના અંતે મહેમાનો ને ફાલ્ગુની ઠકકર ટિમ દ્વારા મોમેન્ટો આપી તેમજ સર્વે બાળકો તેમજ મહેમાનો ને પ્રસાદ આપી કાર્યક્રમ સફળતા પૂર્વક પૂરો થયો હતો ફાલ્ગુની ઠકકર એ સર્વે દાતા તેમજ સ્કૂલ ના સ્ટાફ નો આભાર માન્યો હતો