ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગાડીમાં સવાર દરેક લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. તમે આગળની સીટ પર બેઠાં હોય કે પાછળની સીટ પર સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાયરસ મિસ્ત્રીનું મોત અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો છે. સાથે જ નવા નિયમની પણ વાત કરી છે. રોડ ટ્રાંસપોર્ટ અને હાઈવેના યુનિય મિનિસ્ટરે ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય તે તમામ લોકો પર દંડ લગાડવાની યોજના બનાવે છે જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર મુસાફરી કરે છે. ગડકરીએ કહ્યું કે આગળ કે પાછળની સીટ પર બેઠાં હોય તે તમામે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. આ નિયમનું પાલન નહીં કરનારાઓ સામે દંડ લગાડવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજિત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાયરસ મિસ્ત્રી અંગે મીડિયાના સવાલોના જવાબ આપ્યા.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ હાઈવે કે જેના પર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત થયો હતો તેને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ જોખમી માને છે. સાયરસની કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ છે, તેથી અહીં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શક્યતા ઘણી વધારે છે.