૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના ૧૧માં સમાપનની વાત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં ૧૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે ૫૫ લાખે પહોંચ્યું છે. ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું. નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત મંત્રી એ વ્યક્ત કર્યો હતો..
આ કાર્યક્રમ અંતર્ગત ખેલ મહાકુંભના ૧૧માં સમાપન કાર્યક્રમમાં ખેડાની શ્રેષ્ઠ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં ખેડા જિલ્લામાં અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ૧,૬૧,૮૮૫ જેટલા વિવિધ વયજૂથ ધરાવતા રમતવીરો એ રજીસ્ટ્રેશન કર્યા હ્તા અને રાજ્ય કક્ષાએ તેઓ રમવા પણ ગયા હતા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લાને સ્ટેટ રનર્સઅપ પૈકી બીજું સ્થાન મળ્યું હતુ.
જિલ્લાને સ્ટેટ રનર્સઅપમાં બીજું સ્થાન મળવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ.મનસુખભાઈ અને જિલ્લા રમત ગમત અધિકારી લક્ષમ્ણ સિંહ ચૌહાણને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લો ખેલ મહાકુંભમાં રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમાંક આવવા બદલ કલેકટર કે.એલ.બચાણી એ જિલ્લાના રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી