રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં થયેલ ઉચાપતના ગુન્હામાં થયેલ છ વર્ષની સજાના હુકમને ફે2વી બે પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ છોડતી મુકવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ હેડકવાર્ટરમાં રહેતા નરવીરસિંહ ગુલાબસિંહ ઝાલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવેલી હતી કે, તા.18/12/2008 ના રોજ તેઓ પોલીસ હેડકવાર્ટરમાં આવેલ ગેસ એજન્સીમાં ગેસ કનેકશન લેવા માટે પુછપરછ કરવા માટે ગયેલ ત્યારે એક વ્યકિતે આવી રૂ.500 આપી ગેસનો બાટલો લઈ ગયા હતા. અહીં ગેસ એજન્સીમાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વસંતભાઈ મહેતા કાઉન્ટર ઉપર બેઠા હતા અને પોલીસમેન નિલેષભાઈ તેઓ પણ એજન્સીનું સંચાલન કરે છે. કોઈ પણ આધાર વગર બાટલો આપી રૂ.500ની ઉચાપત કર્યા અંગે ફરિયાદ ચાલી જતા ચીફ કોર્ટે આરોપીઓને આઈ.પી.સી. કલમ 409, 114 મુજ પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.પ000 નો દંડ તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયે એક વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.પ000 દંડનો કર્યો હતો. સજાની સામે આરોપી તરફે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. જેમાં આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો કરી રજુઆત કરી હતી જે ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સુંદરભાઈ કુંજુભાઈ પટેલ, વિપુલભાઈ વસંતભાઈ મહેતા, નિલેશભાઈ વિનયચંદ્ર પંડયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો. આ કેસ એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી તથા સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.