આર્ટ્સ કોલેજ લવાણામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સમગ્ર દેશમાં 05 સપ્ટેમ્બર એટલે ' શિક્ષક દિન 'જે આપણી મહાન હસ્તિ એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શાળા મહાશાળા અને કોલેજમાં ' શિક્ષકદિન ' ઉજવવામાં આવે છે તે જ રીતે ગત રોજ આર્ટ્સ કોલેજ લવાણા (લાખણી) ખાતે પણ પરંપરાગત શૈલીમાં ' શિક્ષકદિન ' પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ સદ્દર કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સ્વયં અધ્યાપક બની વર્ગમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. પ્રથમ વખત અધ્યાપન કાર્ય કરતા જોઈ બાકીના અધ્યતાઓએ પણ સાથ અને સહકાર આપ્યો હતો. આ પ્રસંગે બી.એ.સેમેસ્ટર:-5 ના વિદ્યાર્થીની પરમાર દિવ્યાબેન પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી નિભાવી હતી.સદ્દર કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોત પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સદ્દર કાર્યક્રમમાં કોલેજના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી શ્રી ડૉ.યુ.કે રાજપુત સાહેબ,કોલેજના પ્રિન્સિપાલ પ્રો.વી.ટી સાસુન તેમજ તમામ અધ્યાપકોએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.