બહુચરાજી: બહુચરાજી મંદિરનું હાથ ધરાશે રિડેવલપમેન્ટ, શિખરને 56 ફૂટની ઉંચાઈએ લઈ જવાશે..
- શક્તિપીઠ બહુચરાજી મંદિર હવે અંબાજીની જેમ ધમધમતુ થશે!
- મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.
- મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજી સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે. જેથી દેશ તથા વિદેશમાં રહેતા મારી ભક્તોને દર્શનનો અને આરતીનો લાભ મળી શકે.
- વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે, દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે.
- મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવ નું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે.
- મંદિરની ફરતે આવેલ કિલ્લાને દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે
- પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોની પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવામાં આવશે.