છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક નવા વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. અને આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે, લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપી શકે છે. આજે ગુજરાતના દરેક સમાજના જાતિના ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ સાથે સાથે બીજી પાર્ટીઓમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા લોકો જોવા મળી રહ્યા છે. આ યાદીમાં વધુ એક નામ જોડાઈ રહ્યું છે. પોરબંદરના રહેવાસી જીવનભાઈ રણછોડભાઈ જંગી કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલએ જીવનભાઇનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
જીવનભાઇ પોરબંદર છાયા નગરપાલિકાના કોર્પોરેટર હતા. આ ઉપરાંત જીવનભાઈ એક માછીમાર આગેવાન છે. તેઓ પોરબંદર માછીમાર બોટ અસોસિએશનના પ્રમુખ અખિલ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સાગર ભરતી સંસ્થાના પ્રમુખ પણ છે અને દરિયાઈ સુરક્ષા અને સમુદ્રી સફાઈનું કાર્ય પણ તેમને કરાવેલ છે. તેઓ ખારવા ચિંતન સમિતિના પણ પ્રમુખ છે. એક માછીમાર આગેવાન હોવાના નાતે તેમણે પાકિસ્તાને અપહરણ કરેલા માછીમારોને છોડાવવા માટે વડાપ્રધાનને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. અપહરણ થયેલ બોટ અને ખલાસીઓને છોડાવ્યા હતા. આ ઉપરાંત માછીમારોને લગતા પ્રશ્નો માટે તેમણે રેલી પણ કાઢી હતી.
જીવનભાઈ ગુજરાત OBC સમર્થનના પ્રમુખ પણ છે અને તેમણે શિક્ષણ અને આરોગ્યની ભારતીય બંધારણ મુજબ લડત આપીને સમસ્યાઓનો ઉકેલ પણ લાવ્યા છે. જીવનભાઈનું માનવું છે કે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે, જે સાચા અર્થમાં ગુજરાત અને દેશને વિશ્વમાં નંબર વન બનાવી શકે છે. જીવનભાઈને વિશ્વાસ છે કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યાં છે તે જ પ્રકારના કામો ગુજરાતમાં પણ કરશે અને આ જ માટે આ વિધાનસભા ચૂંટણીમાં જીવનભાઈ પોબંદર વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરશે.