અમરેલી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષાનો કલામહાકુંભ 2022 નું આયોજન શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં તાલુકાકક્ષા કલામહાકુંભ-2022-23 અંતર્ગત શ્રીવિનાયક વિદ્યા મંદિર- વડિયા ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નિબંધ લેખન, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ, વકતૃત્વ , ચિત્રકલા, ભરતનાટ્યમ, એક પાત્રિય, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ભજન જેવી વિવિધ કૃતિઓમાં ભાગ લીધેલ હતો. જેમાં વિનાયક કલાવૃંદ ટિમ દ્વારા 6 થી 14 વર્ષ વયમર્યાદા રાસમાં બીજો નંબર, સુગમ સંગીતમાં મહેતા મિરાજ પ્રથમ, એક પાત્રિય અભિનયમાં બાલાપરિયા મહમંદ તુહીન દ્વિતીય, નિબંધમાં સુમૈયા આદમાણી પ્રથમ, લોકગીતમાં બસિયા ઉમા ત્રીજો, તબલા વાદનમાં ધ્રુવીલ ભૂતૈયા ત્રીજો, 15 થી 20 વર્ષ વયમર્યાદા હાર્મોનિયમ વાદન મા ઠુમર ખુશાલ પ્રથમ, 21 થી 59 વર્ષ વયમર્યાદા માં સુગમ સંગીત માં માધુરીબા સિંધવ પ્રથમ, લોકગીતમાં ઇન્દ્રરાજસિંહ સિંધવ પ્રથમ નંબરે વિજેતા બનેલ છે. અને આગામી દિવસોમાં તારીખ 10 અને 11/09/2022 ના રોજ પ્રથમ નંબર મેળવેલ સ્પર્ધક અમરેલી જીલ્લા કક્ષાએ જશે. શાળાના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને ટીચિંગ-નોન ટીચિંગ કર્મચારીઓને શાળાના સંચાલક શ્રી ઈન્દ્રરાજસિંહ સિંધવ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી