એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી અને ક્રિકેટ પ્રેમીઓના મતે ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ જાડેજાની ગેરહાજરી મુખ્ય ખોટ તરીકે જોવામાં આવી રહી છે,જાડેજાનું ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ જવું ટીમ ઇન્ડિયાની હાર માટે મોટું નુકશાન હતું.

 જાડેજા ભારત માટે હાલમાં ત્રણેય ફોર્મેટના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્લેયર છે.

સુપર-4 મેચમાં ભારતની બેટિંગ લાઈનઅપમાં પણ નિર્ણય બરાબર ન હતો અને ઈનફોર્મ દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. તેનું કારણ એ કે અગાઉની પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાને નંબર-4 ઉપર ઉતારવામાં આવ્યો હતો. જે ભારત માટે વિજયી સાબિત થયો હતો. તે મેચમાં રવીન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રનની મહત્ત્વ ઇનિંગ રમી હતી, અને હાર્દિક પંડ્યા સાથે 52 રનની પાર્ટનરશિપ બનાવી હતી. જોકે આ વખતે જાડેજા ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ જતા, ટીમે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન રાખવા માટે પંતને કાર્તિકની જગ્યાએ લેવામાં આવ્યો હતો. પંતે ખરાબ શોટ રમી મેચમાં 14 રન કરી આઉટ થઈ ગયો હતો.

ભારત પાકિસ્તાન મેચમાં ભારતને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ખોટ જણાઈ હતી. 

કારણ કે ટીમે સમયાંતરે વિકેટ ગુમાવી હતી, ડેથ ઓવર્સમાં રન બન્યા નહોતા, બોલિંગમાં મિડલ ઓવર્સમાં વિકેટ ઝડપી શક્યા નહોતા અને ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી. આ ત્રણેય કારણો ભારતની હારના મુખ્ય કારણ હતાં. આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં રવીન્દ્ર જાડેજા માસ્ટર છે.

ટીમ ઈન્ડિયાને રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમનો મુખ્ય પ્લેયર છે, જે ટીમના કોમ્બિનેશનને પરફેક્ટ રાખે છે. તે ગેમના બધા જ વિભાગોમાં પરફોર્મન્સ આપે છે. પાકિસ્તાન સામેની અગાઉની મેચમાં રવીન્દ્ર જાડેજાએ નંબર-4 ઉપર આવીને 29 બોલમાં 35 રનની મહત્ત્વ ઇનિંગ રમી હતી. તો બોલિંગમાં પણ તેણે 2 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા. આ ઉપરાંત તેણે એક કેચ પણ પકડ્યો હતો. તો હોંગકોંગ સામેની મેચમાં પણ રવીન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન દઈને 1 વિકેટ લીધી હતી. તો એક શાનદાર થ્રો કરીને રનઆઉટ પણ કર્યો હતો. સ્વાભાવિક છે, ભારતને સુપર-4ની પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાની ખોટ વર્તાઈ હતી.

T20 ક્રિકેટમાં જાડેજા શાનદાર ફોર્મમાં રહેલો છે. આ વર્ષે તેણે 9 મેચમાં 50.25ની ઓવરેજથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 141.54નો રહ્યો છે. તો બોલિંગમાં 9 મેચમાં 5 વિકેટ લીધી છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એશિયા કપમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે એશિયા કપમાં કુલ 23 વિકેટ ઝડપી છે. આ સાથે જ તે ભારતનો એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ભારતના સ્વિંગ બોલર ઈરફાન પઠાણ (22)ને પાછળ છોડ્યો હતો.

સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપ અને પછી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એશિયા કપમાં અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો હતો. જોકે જાડેજાનું હવે T20 વર્લ્ડ કપમાં પણ રમવું મુશ્કેલ છે. તેને ઈજામાંથી બહાર આવતા ઓછામાં ઓછા 6 મહિના લાગશે. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 23 ઓક્ટોબરે રમાવવાની છે.