વડોદરામાં 42 એકરમાં આવતા વર્ષે રેડી થઈ જશે નવું ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ મેચના દુકાળનો 13 વર્ષે અંત આવશે
વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોશિયેશન (BCA) દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
આ સ્ટેડિયમ વડોદરા-હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે તૈયાર થઈ રહ્યું છે અને લગભગ કહી શકાય કે 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
આ સ્ટેડિયમ પર આગામી માર્ચ 2023 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ આયોજીત કરી શકાશે.
કોટંબી સ્ટેડિયમનું જે 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. તેમાં ખેલાડીઓને રમવા માટેની પીચ સહિતનું મેદાન સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલ સ્થાનિક મેચો યોજાય છે.
હવે માત્ર સ્ટેડિયમાં બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. જે આગામી માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે.
આ સ્ટેડિયમ ની ખાસિયત એ હશે કે ગમેતેટલો વરસાદ પડે પણ માત્ર 20 મિનિટમાં જ સ્ટેડિયમ કોરું થઈ જશે અને મેચ રમી શકાશે.
215 કરોડના બજેટમાં 42 એકરમાં ફેલાયેલા સ્ટેડિયમ માં 100 સીસી ટીવી13 લિફ્ટ,DMX કંટ્રોલ,RDM સંચાલિત ફ્લડ લાઇટ્સ,32 હજાર પ્રેક્ષકો બેસી શકે અને 500 VVIP બેસી શકે તેવી આરામ દાયક વ્યવસ્થા,2BCCI અને BCAપ્રેસિડેન્ટ પ્રીમિયમ બોક્સ,લાઉન્જ, ફૂડ કોર્ટ,દરેક ફ્લોર પર રેસ્ટ રૂમ્સ ઉપરાંત જે આધુનિક સ્ટેડિયમમાં જોઈએ તે તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ થશે.