ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા અને શહેર દ્વારા ભાદરવી પૂનમે જતા પદયાત્રી ઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો
દાતા ઓ ના સહયોગ થી
દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતજનની માં અંબાના ધામે પગપાળા જતાં દર્શનાર્થીઓની સેવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે
જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાતા, અમીરગઢ, ડીસા, સહિત ની ટિમ દ્વારા પદયાત્રીઓની સેવા માટે પાલનપુર તાલુકાના ગોળા અને વડગામ તાલુકાના મોટાસડા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં રહેવા જમવા ચા નાસ્તો અને વિસામાનની સગવડ કરવામાં આવે છે આજે આ કેમ્પને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સેવાકીય પ્રવૃત્તિઓમાં આગવી હોય છે અને સેવાના ભાગરૂપે આજે ઠાકોર સમાજના ડોક્ટર જગદીશ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 251 જેટલું બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અલ્પેશજી ઠાકોરે સમાજ ને શૈક્ષણિક જાગૃતિ લાવી સમાજ ના ઉજ્વળ ભવિષ્ય માટે આહવાન કર્યું હતું અલ્પેશજી ઠાકોર સહિત સમાજના અગ્રાણીઓ અને ઠાકોર સેનાના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવા કેમ્પમાં દાતાઓનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો અને ગોળા ગ્રામજનોએ પણ આ કેમ્પમાં સેવા કરવાની તત્પરતા દર્શાવી હતી