આંગણવાડી કાર્યકરો અને તેડાગર બેહનોએ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર.....
આંગણવાડી કાર્યકર્તાઓએ પોતાની અનેક માંગો માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું. આંગણવાડી કાર્યકર્તાઓ ને માનદ વેતન શબ્દ કાઢી સરકારી કર્મચારીઓ સરખા લાભો આપવામાં આવે, વયનીવૃતી ની મર્યાદા 45 વરસ ની હતાવી 62 ની કરવામાં આવે તેવી માંગણી સાથે આંગણવાડી કાર્યકર્તાઓએ પોતાની અનેક માંગો માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે.
આંગણવાડી કાર્યકર્તાઓ ને અન્ય કાર્યો નો ભાર ઓછો કરી અભ્યાસ ઉપર ભાર મૂકવા સમય આપવામાં આવે અને પ્રમોશન લાયકાત મુજબ અને સરકારી કર્મચારીઓ ને આપતી વયમર્યાદા મુજબ આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારી કર્મચારીઓ ને આપતાં પેન્શન યોજના આંગણવાડી કાર્યકર્તાઓ ને આપવામાં આવે આવી અનેક માંગો સાથે રાજ્ય વ્યાપી હડતાળ મુજબ અમર્યાદિત સમય માટે હડતાળ ઉપર ઉતરવાની રજૂઆત કરવામા આવી હતી.