ગોધરા : પાંચ દિવસોના આતિથ્ય બાદ ઉલ્લાસભર્યા માહૌલમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું..!!

ગોધરામાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે શ્રીજીની પ્રતિમાનું ગોધરા રામસાગર તળાવમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે વિશ્વકર્મા ચોકમાં પૂજન બાદ નિકળેલી શોભાયાત્રામાં ૬૦ ઉપરાંત શ્રીજીની સવારીઓ જોડાઈ હતી શ્રીજી સવારીના માર્ગ ઉપર વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ વાતાવરણમાં એક બાદ એક શોભાયાત્રા આગળ વધી રહી હતી આજે વિશ્વકર્મા ચોકમાં ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષિક એમ.એસ.ભરાડા, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા સહિત આયોજન સમિતિના અગ્રણીઓની પૂજા અર્ચના સાથે બપોરે ૧૨:૩૯ કલાકના શુભ મુહૂર્તમાં ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ધીરે ધીરે ગોધરાના શહેરા ભાગોળ, અંકલેશ્વર મહાદેવ રોડ, ભુરાવાવ,બામરોલી રોડ, આઈ.ટી.આઈ.તરફથી નાના-મોટા સૌ ભેગા મળીને અલગ-અલગ નાની-મોટી ૫૦૦ ઉપરાંત પ્રતિમાઓને લઈને નીકળ્યા હતા ૬૦ ઉપરાંત મંડળો સાવલીવાડ પહોંચી મુખ્ય શોભાયાત્રામાં જોડાતાં યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારબાદ વિવિધ મંડળો ઢોલ નગારા ત્રાંસા અને ડીજેના સથવારે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના સાથે શોભાયાત્રામાં શ્રીજીની સવારી ઓનું નગરપાલિકા પ્રમુખ સંજય સોની ધારાસભ્ય સી.કે.રાઉલજી સાંસદ રતનસિંહ રાઠોડ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તદ્દઉપરાંત રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અન્ય સંસ્થાઓએ પાણી તથા શરબતની સેવા આપી હતી. શ્રીજી વિસર્જનની પ્રક્રિયા મોડી રાત્રી સુધી ચાલવાની હોવાનું જાણવા મળી રહયુ છે.