અમરેલી, તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (રવિવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાતા નોંધણી માટે વિશેષ ઝુંબેશ પણ યોજવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ખાતેના ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કામગીરી કરવામાં આવી હતી. ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ભાગરુપે અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં વસતા ત્રીજી જાતિના નાગરિકોની નોંધણી કરવામાં આવી હતી.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી