મહારાષ્ટ્ર ના વાલિવ પોલીસ સ્ટેશન ના ખૂનના ગંભીર ગુનાના બનાસકાંઠા ગઢ પોલીસે બે આરોપી ને ઝડપી પાડ્યા
ગઢ પોલીસે બંને આરોપીની અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી
બનાસકાંઠા જિલ્લાની ગઢ પોલીસે મહારાષ્ટ્રમાંથી ખૂન કરીને આવેલા બે ઇસમોને બાકી હકીકતના આધારે બાદરપુરા ખોડલા ગામે થી ઝડપી પાડયા છે બંને આરોપીની અટકાયત કરી ગઢ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને આરોપીને અટક ને લઇ જાણ કરવામાં આવી છે
મહારાષ્ટ્ર ના વાલિવ પોલીસ સ્ટેશન ના ખૂનના ગંભીર ગુનાના બનાસકાંઠા ગઢ પોલીસે બે આરોપી ને ઝડપી પાડ્યા છે જેમાં મહારાષ્ટ્રના વાલી પોલીસ સ્ટેશન ખૂનના ગુનામાં આરોપી 1 વિશાલ દીપકભાઈ ધંધો સફાઈ કામદાર રહે અંધેરી મુંબઈ 2 સંતોષ મગનભાઈ મકવાણા પૂર્વ મુંબઈ વાળાઓ ને તપાસમાં રહેવા બનાસકાંઠા પોલીસને યાદી આપવામાં આવી હતી જોકે ગઢ પોલીસે ખાનગી રાહે તપાસ ચાલુ કરવામાં આવી હતી તે દરમિયાન બાકી હકીકત આધારે મહારાષ્ટ્ર નાખના ગુનાના આરોપી ઓ બાદરપુરા ખોડલા ગામે હોવાની હકીકત ગઢ પોલીસને મળતા ગઢ પોલીસ સ્ટાફ તાત્કાલિક બાદરપુરા ખોડલા પહોંચી બે ઈસમો ની પૂછપરછ કરતાં તેઓ વાલિવ મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખૂન નો કબૂલાત કરી હતી જેમાં ગઢ પોલીસે બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે બંને આરોપીનો કબ્જો કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી