સાંસદ પરબતભાઇ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી...
આ વર્ષે ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેમાં ડીસા, કાંકરેજ અને દિયોદર તાલુકાના 10 જેટલા ગામડાઓમાં ભારે નુકસાન થતા આજે સાંસદ પરબતભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું તેમજ સૂઝલામ સુફલામમાં પાણી પણ છોડાશે.
બનાસકાંઠા જિલ્લામાં દસ દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો સતત ચાર દિવસ સુધી ખાબકેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના મુડેઠા,રામવાસ અને નવા નેસડા તેમજ કાંકરેજ તાલુકાના ખોડા ગામ અને દિયોદર તાલુકાના જસાલી, સોની, નવાપુરા, ઝાલોટા અને નરાણા સહિત 10 જેટલા ગામોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા જલબમબાકાર થઈ ગયું હતું. ધોધમાર વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ગામના ઘરોમાં પણ ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેતર કર્યા બાદ તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. અને જાત નિરીક્ષણ કર્યા બાદ તેમણે ખેડૂતોને તંત્રને લેખિત રજૂઆત કરવા માટે જણાવ્યું હતું સાથે સાથે મુખ્યમંત્રીને પણ તેઓ રજૂઆત કરીને અધિકારીઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી બાંહેધરી આપી હતી ત્યારબાદ સૂઝલામ સુફલામમાં પાણી છોડવાને લઈને પણ સવાલ પૂછતાં થોડીઘણી જે વરસાદના કારણે કેનાલ તૂટી છે તે તાત્કાલિક ધોરણે રીપેર કરી ચાંગા પામપિંગ સ્ટેશનથી પાંચ પંપિંગ ચાલુ કરાવી ટૂંક સમયમાં સૂઝલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી ખેડૂતોને મીડિયાના માધ્યમથી બાંહેધરી આપી હતી...