SBIનું નવી સેવિંગ્સ અકાઉન્ટ લોન્ચ કર્યુ છે, જેમાં બેંકની એપ યોનો દ્વારા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે શરુ કરી શકશો. બેંક એક વીડિયો શેર કરીને આ અકાઉન્ટ વિશે જાણકારી આપી છે. વીડિયોમાં આપ આ બેંક અકાઉન્ટ સાથે જોડાયેલ ફીચર્સ પણ જાણી શકશો.
બેંકે ટ્વિટર પર તેની જાણકારી આપતા લખ્યુ છે કે, હવે આપ બેંકમાં ગયા વિના પણ બેંક અકાઉન્ટ ખોલી શકશો. આપ એકદમ નવી કેવાઈસી વીડિયો સેવાના માધ્યમથી આ કામ કરી શકશો અને સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવી શકશો. યોનો પર હાલામં જ અપ્લાઈ કરી શકશો. બેંક શાખામાં ગયા વિના પણ પેપરલેસ રીતે એસબીઆઈ ઈંસ્ટા પ્લસ સેવિંગ અકાઉન્ટ ખોલી શકશો.
શું છે અકાઉન્ટના ફીચર્સ
ગ્રાહકો YONO એપ દ્વારા NEFT, IMPS અને UPI નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકશે.
- આ સિવાય તમે SBIની ઈન્ટરનેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકશો.
- ગ્રાહકને રૂ. ક્લાસિક કાર્ડ આપવામાં આવશે.
- ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને YONO એપ દ્વારા બેન્કિંગ સુવિધાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે.
- SBI ની ક્વિક મિસ્ડ કોલ સુવિધા અને SMS એલર્ટ સુવિધા મળશે.
- એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા ઇન્ટરનેટ બેંકિંગ ચેનલ દ્વારા મળશે
- નોમિનેશનની સુવિધા ફરજિયાત છે.
- જો ગ્રાહક માંગ કરશે તો તેને પાસબુક પણ આપવામાં આવશે.
- ચેકબુક માટે, કોઈ ડેબિટ/વાઉચર ટ્રાન્ઝેક્શન અથવા અન્ય કોઈપણ સાઈન આધારિત સેવા માટે ગ્રાહકે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે.
આ ખાતું કોણ ખોલાવી શકે ?
આ ખાતું ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો જ ખોલી શકે છે. તેમની પાસે ભારત સિવાય અન્ય કોઈ દેશમાં કર જવાબદારી હોવી જોઈએ નહીં. ગ્રાહક પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાતપણે હોવું જોઈએ. ગ્રાહકનું ઈ-મેલ આઈડી અને ફોન નંબર તેના નામે નોંધાયેલ હોવો જોઈએ. ડિજિટલ બચત ખાતા માટે, ગ્રાહકે બાયોમેટ્રિક ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે જેના માટે તેણે બેંકની મુલાકાત લેવી પડશે. એક મોબાઈલ નંબર પરથી માત્ર એક જ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકાય છે. SBI ડિજિટલ બચત ખાતું જોઈન્ટ એકાઉન્ટ હેઠળ ખોલી શકાતું નથી.