ડીસા ના શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી..

ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં આવેલ મન્સૂરી ગાદલા ભંડારની બાજુમાં શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ભાદરવા સુદ ચોથ થી ગણેશ ભગવાનની આબેહૂબ મૂર્તિ લાવી તેની સ્થાપના કરી દરરોજ સવાર સાંજ આરતી પૂજા કરી રાત્રે રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી..

ગજાનંદ મિત્ર મંડળ માંથી હિન્દુઓ તેમજ મુસ્લિમ પરીવાર ના લોકો ભેગા મળીને ભાદરવા સુદ આઠમને રવિવાર ગણેશ ભગવાન ના મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરતાં મહોલ્લા ના લોકો ધાર્મિક પ્રસંગે દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો..

આ કાર્યક્રમને સફળ બનાવવામાં રવિભાઈ ચોખાવાળા. હીતેશભાઈ ચોખા વાલા. મનુભાઈ મંનસુરી. વગેરે સારી જેમ જ ઉઠાવીને પ્રસંગે સફળ બનાવ્યો હતો..