ઝાલોદ નગરના લીમડી મુકામે ખાટું શ્યામજી બાબાનો ભવ્ય દરબાર સાથે ભજન પ્રોગ્રામ યોજાયોખાટું શ્યામજીનાં ભવ્ય દરબારના દર્શન કરવા આજુબાજુના ગામથી ભક્તો આવ્યા
લીમડી મુકામે ખાટું શ્યામ બાબાની કળિયુગમાં સાક્ષાત દેવ તરીકે હવે દરેક લોકોના ઘર ઘરમાં પૂજા થઈ રહી છે બાબા શ્યામમાં સાચા ભાવ, શ્રદ્ધા અને સમર્પણ થી જો પૂજવામાં આવે તો તે ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે જ છે રાજસ્થાન મા નાનકડા ગામ ખાંટુમાં સાક્ષાત્ રૂપે બિરાજનાર બાબા શ્યામના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં લોકો આવે છે અને બાબા શ્યામની પાસે સાચા ભાવથી અરજી મૂકે છે, બાબા શ્યામના ભક્તો હવે બાબા શ્યામને સાક્ષાત મળવા અને ભક્તોને મળાવવા માટે ગામે ગામ બાબા શ્યામનો દરબાર સજાવી ભજનોથી બાબા શ્યામના ગુણગાન કરે છે.
ઝાલોદ નગરના લીમડી મુકામે 03-09-2022 નાં રોજ રાત્રે ૮ વાગે જૈન મંદિર ચાર રસ્તા પર ખાટું શ્યામ બાબાનો ભવ્ય સંકીર્તન યોજાયો, ખાટું શ્યામજી નાં ભજનની રમઝટ રાજગઠ ( મધ્ય પ્રદેશ)થી આવેલ દુર્ગા ગામડ અને ધામનોદ ( મધ્ય પ્રદેશ) થી પારસ પાટીદાર દ્વારા કરવામાં આવી હતી લીમડીમાં બાબા શ્યામનો સજાવેલ ભવ્ય દરબાર બાબા શ્યામના સાક્ષાત્કાર કરાવતું હતું, બાબા શ્યામના દર્શન કરવા અને જ્યોત લેવા લાંબી લાઈનો લાગી હતી, બાબા શ્યામના ભજનનું રસપાન કરવા માટે લીમડી મુકામે ઝાલોદ, સુક્ષર, સંજેલી, ફતેપુરા, કદવાળ,દાહોદ તેમજ આજુ બાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા ,બાબા શ્યામના ભજનનો લહાવો લેવા ખૂબ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું થોડી થોડી વારમાં ભક્તો બાબા શ્યામનો જય જયકાર કરતા રહેતા હતા, લીમડી નગરમાં હારે કા સહારા બાબા શ્યામ હમારા, ખાટું નરેશ કી જય,તીન બાણ ઘારી કી જય જેવા ભક્તિમય નારા થી આખું નગર ગુંજી ઉઠયું હતું, બાબા શ્યામના ભવ્ય દરબાર સાથે ફૂલો નો વરસાદ તેમજ ઇત્રનોં છટકાંવ અને છપ્પન ભોગનો પ્રસાદ પણ રાખવામાં આવેલ હતું બાબા શ્યામના કીર્તનમાં ભક્તો નાચતા ઝુમતા જોવા મળતા હતા, આવેલ દરેક ભક્તો બાબા શ્યામની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળતા હતા,શ્યામ બાબાના ભજન મોડી રાત સુધી ચાલતા રહ્યા હતા અને ભક્તોને બાબા શ્યામ સાક્ષાત્ દર્શન થયા હોય તેવો એહસાસ થતો હતો લીમડી નગરના શ્યામ પ્રેમીયો દ્વારા ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આવું આયોજન વારંવાર થાય તેવો ભાવ ભક્તો ઇચ્છી રહ્યાં હતાં.છેલ્લે શ્યામ મિત્ર મંડળ દ્વારા આરતી કરી અને છપ્પન ભોગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો