પાલનપુર ખાતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળતા વાતાવરણ ભકિતમય બન્યું.
પાલનપુર નગરમાં જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની જૈન સમાજના ભાવિક ભક્તો દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર શાનદાર ઉજવણી સંપન્ન થતા વર્ષો વર્ષની જેમ પરંપરા મુજબ પાલનપુરની પાવન ભૂમિ પર પર્યુષણની પૂર્ણાહૂતિ નિમિત્તે પરંપરાગત મુજબ ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા ભક્તિ સભર માહોલમાં પલ્લવીયા પાર્શ્વનાથ દેરાસર ખાતે થી નિકળી શહેરના વિવિધ માર્ગો પર થી પસાર થતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગમાં રંગાયુ હતું.ત્યારે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે શહેરમાં આ શોભાયાત્રામાં અગ્ર ભાગે કિસાન ડંકો તેમજ વિવિધ જૈન મહિલા મંડળની બહેનોએ ભગવાન મહાવીર સ્વામીના સ્તોત્ર ગાનની રમઝટ બોલાવી હતી.આ શોભાયાત્રામાં ચાર્તુમાસ અર્થે બિરાજમાન પરમ પૂજ્ય ગણીવર્ય શ્રી હિતરત્ન વિજયજી મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, વિવિધ મુનિશ્રીઓ તથા પૂજય સાધ્વીજી ભગવંતોશ્રી સહિત જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.શોભાયાત્રામાં અપાશ્રયોના ભગવાનોને અલગ અલગ રથમાં બીરાજીત કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું.જે શોભાયાત્રા શહેરના નીર્ધારીત કરેલા માર્ગો પર થી નિકળતા વાતાવરણ ભકિતમય બન્યું હતું આ શોભાયાત્રા નું નિજ પલ્લવીયા પાર્શ્વનાથ દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં તથા નયન રમ્ય ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા,ઈન્દ્ર ધજા,પૂજય સાધુ- સાઘ્વીજી ભગવંતો ની પાવનકારી નિશ્રા,બેન્ડબાજા સાથેની શોભા યાત્રાએ નગરજનોમાં એક આગવું આકર્ષણ જમાવ્યું હતું. પર્યુષણ મહાપર્વના સમાપન નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે નીકળીતી ભગવાનની રથયાત્રા દરમિયાન પાલનપુર નગરના મુખ્ય માર્ગોની બંને તરફ વિવિધ સ્થાન પર આ શોભાયાત્રા નીકળી હતી.