ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1128 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી વડોદરા, મહેસાણા, સુરતમાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. વડોદરામાં પણ કોરોનાએ સદી પર કરી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1128 નવા કેસ અને 3 મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 902 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 6218 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 6208 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,968 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બનતું જાય છે. અમદાવાદીઓની બેદરકારીના કારણે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 391 જ્યારે જિલ્લામાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 121 જ્યારે જિલ્લામાં 31 આમ કુલ 152 કેસ નોંધાયા, જ્યારે મહેસાણામાં 79 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત સુરતમાં પણ 116 નવા કોરોનાના કેસ નોંધાયા છે.