સિહોરની નગરપાલિકામાં કોન્ટાકટ હેઠળ ફરજ બજાવતા 72 કર્મચારીઓના પગાર મામલે રાજીના રેડ થયા છે કોન્ટાકટરે આજે બેંકમાં ચેક નાખ્યો છે આજે તમામને પગાર મળી જશે તેવું જણાવ્યું હતું નગરપાલિકામાં ફરજ બજાવતા 72 કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર નહિ મળતા કેટલાંક કર્મચારીના પરિવારોની હાલત કફોડી હતી અમને સારી રીતે ખ્યાલ છે કે ખિસ્સામાં પૈસા ન હોઈ તો કઈ રીતે જીવાય છે અને કેટલો અભાવ અને કેટલા દુઃખ પડે છે સવારે ચા બનાવવા માટે ઘરમાં દુધના પણ પૈસા ન હોઈ ત્યારે કર્મચારીઓની મનોવ્યથા કે સ્થિતિ વિચારવાની કલ્પના પણ રુવાડા બેઠા કરી દે છે અને એટલે જ પ્રજાને લગતા પ્રશ્નોને અમે ઉજાગરમાં માનીએ છે અગાઉ લોકડાઉન સમયે અમારા સામે પણ પોલીસ કેસો થયા છે પરંતુ અમને તેની લેશમાત્ર ચિંતા નથી પત્રકારત્વ ધર્મ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવીએ છે અને નિભાવતા રહીશું તે કમિટમેન્ટ અમે અમારી પોતાની જાત સાથે કર્યું છે કારણકે આ લખનાર પણ ભૂતકાળમાં એટલા જ અભાવમાં જીવ્યા છે છેલ્લા બે માસથી નગરપાલિકા કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે ચિંતામાં હતા કારણકે પરિવારના પેટ ભરવા માટેનો મોટો સવાલ આવીને ઉભો હતો બાદ ગઈકાલથી તમામ કર્મચારીઓને પગાર ચુકવણીની પ્રોસેસ શરૂ થઈ આજે કોન્ટાકટરે બેંકમાં ચેક નાખી દીધો છે આવતીકાલે તમામ કર્મચારીઓને એક માસનો પગાર મળી રહેશે જેથી કર્મચારીઓ રાજીનારેડ બન્યા છે