સિહોર શહેર અને જિલ્લાભરમાં સમસ્ત સિંધી સમાજના ઈરદેવ ઝૂલેલાલના ચાલીસા વ્રતની આસ્થાભેર પૂર્ણાવતી થઈ છે સિંધી સમાજમાં અપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઈષ્ટદેવ ઝુલેલાલના ચાલીસા વ્રતની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે 40 દિવસ દરમિયાન સિંધી સમાજ ચાલીસા વ્રતની ઉજવણીમાં મગ્ન બન્યું હતું આજે દરિયામાં મકટી પ્રવહન કરીને ચાલીસા વ્રતની ભાવ અને ભકિતભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ 40 દિવસના ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને સિહોરના સિંધી કોલોની ખાતે સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલના મંદિરમાં નયનરમ્ય ઈલેકટ્રોનિકસ સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો આ ચાલીસા વ્રત દરમિયાન મંદિરમાં ચાલીસાની પૂજા સત્સંગ, કિર્તન અને આરતીનું વિશેષ આયોજન થયા હતા આજે પૂર્ણાવતીના દિવસે શોભાયાત્રા નીકળી હતી આ ધાર્મિક કાર્યક્રમ માં સિહોર સમસ્ત સિંધી સમાજે આનંદ ઉમંગ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી સિહોર સિંધી સમાજમાં દ્વારા સતત 40 દ્વિસ સુધી વ્રતધારકો આકરા નિંયમોના ચુસ્ત પાલન સાથે વ્રત કર્યા : આજે આસ્થાભેર પૂર્ણાવતી થઇ