BISAGના માધ્યમથી સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ કલાક દરમિયાન કરાશે રિફ્રેશર્સ કોર્સ તાલીમનું જીવંત પ્રસારણ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મતદાર તરીકેની લાયકાત ધરાવનાર કોઈપણ વ્યક્તિ મતદારયાદીમાં નામ નોંધાવવાથી વંચિત ન રહે તેવા લક્ષ્ય સાથે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી કામ કરી રહી છે. જે અંતર્ગત તા.૦૩જી સપ્ટેમ્બરના રોજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તથા અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા BISAGના માધ્યમથી રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને માર્ગદર્શન પૂરું પાડશે.

લોકશાહીના અવસર સમાન ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સમાજના તમામ વર્ગો મતદાર તરીકે નોંધણી કરાવે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા હાલ ખાસ ઝુંબેશ ચાલી રહી છે. ચૂંટણી તંત્રના પાયાના કર્મયોગી એવા બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને રિફ્રેશર્સ કોર્સની તાલીમ આપવામાં આવનાર છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારથી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલ તથા શ્રી અશોક માણેક સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને મુખ્યત્વે વિવિધ ફોર્મ્સમાં કરવામાં આવેલા વૈધાનિક સુધારાઓ તેમજ GARUDA ઍપ્લિકેશન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપશે. ગાંધીનગર ખાતે આવેલા BISAG દ્વારા SETCOMના માધ્યમથી સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ કલાક દરમિયાન રાજ્યભરમાં રિફ્રેશર્સ કોર્સ તાલીમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી