આંગણવાડી કાર્યકર અને તેડા ગેર બહેનોના પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યા છે, તેમજ નજીવા વેતનથી કામ કરતી મહિલાઓનું વેજીસ એક્ટ હેઠળ મહેનતાણું ચુકવવામાં આવે, સરકારના ધારા ધોરણ પ્રમાણે કામ કરતી મહિલાને સરકારી કર્મચારી જાહેર કરે, આંગણવાડીનો સમયમાં ફેરફાર, નિવૃત્તિ બાદ તમામ સરકારી કર્મચારીના ધોરણે લાભ ચૂકવવામાં આવે, આઈ.સી.ડી.એસ ને લગતી કામગીરી સિવાય અન્ય કામગીરીમાં પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે સહિત માંગણીઓને લઈને અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મહુવા તાલુકા સેવા સદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
રિપોર્ટર - રમેશ જીંજુવાડીયા-મહુવા