ગણેશ ચતુર્થી નિમિત્તે સિહોરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. વિશાળ પંડાલો અને ઘરોમાં વિધિવત સ્થાપના કરાય હતી. ભકતોએ વાજતે ગાજતે. સામૈયુ કાઢી બાપાને આવકાર્યા હતા. સમગ્ર સિહોર ગણપતિમય બન્યું હતું. અલૌકિક વાતાવરણમાં ભકતો મંત્રમુગ્ધ બન્યા હતા. બીજા દિવસે. પમ. ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિવિધ પંડાલોમાં અગ્રણીઓ દ્વારા પુજા આરતી કરાય હતી. શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રિધ્ધિ સિધ્ધિના દેવતા ગણેશજીની પ્રતિમાઓના સ્થાપન સાથે ગણેશ મહોત્સવનો શ્રધ્ધાપૂર્વક પ્રારંભ કરાયો છે. દૂંદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર સહિત. તાલુકાભરમાં ગઇકાલે બુધવારના રોજથી પ્રારંભ થયો હતો જિલ્લાના વિવિધ યુવક મંડળો દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તડામાર તૈયારીઓ આરંભી હતી અને વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તેયાર કરાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન યુવક મંડળો દ્રારા ગણપતિ. દાદાની પ્રતિમાઓને પંડાલ સુધી વાજતેગાજતે લાવવાનું શરૂ કરાયું હતું. ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસ સુધી વિધ્રહર્તાની પુજા-અર્ચના કરી ભક્તો દર્શનનો લ્હાવો લેશે.