બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર આવેલા રિલાયન્સ મોલ ની બાજુમાં સ્કૂલ બસ અને એક ફોર વ્હીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તેમજ અન્ય ચાર વ્યક્તિઓ ને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર જૈન યુવકોની ફોર વ્હીલ કાર અને સ્કૂલ બસ વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ યુવકો પૈકી એક વૃષભ શાહ નામના 26 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. તેમજ સાથે રહેલા અન્ય ચાર વ્યક્તિઓ પ્રતીક શાહ, પાર્થ શાહ, કેવલ વિરાણી અને હિતાર્થ ભુરખીયાને ઈજા થતા ગંભીર હાલતમાં સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.