તળાજા શહેરમાં આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે પ્રાકૃતિક ખેતી માટેનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના વિવિધ પ્રકારના કાર્યક્રમનું અવારનવાર આયોજન કરવામાં આવે છે અને ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે તળાજા શહેરમાં આવેલ વિનયન કોલેજ ખાતે પણ આજે પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલુ વરસાદ દરમિયાન અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ તેમજ એન એસ એસ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગાસી ઉપર કઈ પ્રકારના બીજો ઉગાડી શકાય અને તેમાંથી કેવી રીતે ઉત્પાદન લઈ શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ચાલુ વરસાદ દરમિયાન પણ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો