અમદાવાદ શહેર કાલુપુર દરવાજા

પાસે જાહેરમાંથી આરોપી, અબ્દુલ રજાક @ ભૈયુ સ/ઓ મોહંમદ ઇસ્માઇલ શેખ ઉ.વ.૪૬

રહે, ઘર નં.૨૧૫, કુત્બી મહોલ્લો, વોરાની મસ્જીદ સામે, દાંડીગરાની પોળ, કાલુપુર, દરવાજા,

અમદાવાદ શહેરને ઝડપી પાડવામાં આવેલ છે.

માધવપુરા પો.સ્ટે. ફર્સ્ટ “એ” ગુ.ર.નં. ગુ.ર.નં. ૧૫૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ

૩૯૪, ૧૧૪, ૩૦૪ મુજબની હકિકત મુજબ સને ૨૦૧૭ માં આરોપીના મિત્ર આસીફ @ ટાંપો

@ અલગસે સા/ઓ રૂસ્તમભાઇ શેખ રહે, રો હાઉસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સામે, અમદાવાદી

દરવાજા નડીયાદ તથા સદભાવના નગર, વટવા રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ તથા સમીર

સ/ઓ અસ્લમ ઇબ્રાહીમ પઠાણ રહે, હનુમાન ટેકરા, કેનાલ પાસે, સોનીની ચાલી નજીક,

ઓઢવ, અમદાવાદનાઓએ ઓકટોબર/૧૭ માં અમદાવાદ શહેર, માધવપુરા દુધેશ્વર પાણીની

ટાંકી પાસે, એક જ્યુપીટર ટુ વ્હીલર પર પાછળ બેસેલ સ્ત્રીના પાકીટની લૂંટ કરેલ. જે

પાકીટમાંથી એક લીનોવો કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ હતો.

આ બનાવ વખતે સ્ત્રી નીચે પડી જતા તે સારવાર દરમ્યાન મરણ ગયેલ હતી.

આરોપીઓએ લૂંટનો મોબાઇલ ફોન અબ્દુલ રઝાક શેખને વેચવા આપેલ હતો તે ફોન તેણે ફ્રૂટના

વેપારીને હિસાબ પેટે રુ. ૫,૦૦૦/ આપવાના હોય, સને ૨૦૧૭ માં મોબાઇલ ફોન ફ્રૂટના

હિસાબ પેટે વેપારીને આપેલ હતો. જે ફોન વેપારી પાસેથી સીઆર.પી.સી. કલમ ૧૦૨ મુજબ

કબજે કરવામાં આવેલ છે.

ગુન્હાહિત ઇતિહાસ

આરોપી અગાઉ ૨૦૧૦ થી સને ૨૦૧૭ દરમ્યાનમાં શાહીબાગ, એલીસબ્રીજ,

દરિયાપુર, નવરંગપુરા, શાહપુર, ગોમતીપુર, રામોલ, કાલુપુર, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં

રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી કિંમતી સામાનની ચોરીના કુલ્લે ૧૦ જેટલા ગુન્હાઓમાં

પકડાયેલ છે. તેમજ સને ૨૦૧૭ માં શાહીબાગ પો.સ્ટે.માં લૂંટના ગુન્હામાં પકડાયેલ છે. જે

ગુન્હાઓમાં બે વાર પાસા થતા જામનગર તથા રાજકોટ જેલમાં પાસા અટકાયતી તરીકે રહેલ છે.