સાબરકાંઠા (ખેડબ્રહ્મા)
એંકર -- ખેડબ્રહ્મા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો બની રણચંડી, પોતાની માંગણીઓ સ્વીકારાય નહિ તો તમામ કામગીરી બંધ કરવાની ચીમકી. ૧ સપ્ટેમ્બરથી આંગણવાડીઓ અનિચ્છિત મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય.
ખેડબ્રહ્મા તાલુકાની આંગણવાડી કાર્યકરો દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે અગાઉની. રણનીતિ ઘડવા અને માગણીઓ ન સ્વીકાર્ય થાય તો ૧ સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદત સુધી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ સમયગાળા દરમિયાન તમામ આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સિવાય સરકારી તમામ કામગીરી નહિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
તેમની મુખ્ય માગણીઓ પૈકી તેમને કાયમી કરવા,.મોઘવારી ભથ્થામાં વધારો કરવો,. માનદ વેતનમાં વધારો કરવો, તેમને કાયમી સરકારી કર્મચારી જાહેર કરવા અને તમામ સરકારી લાભ આપવા, નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીને મળતા લાભ આપવા તથા આંગણવાડી કાર્યકરની કામગીરી સિવાય અન્ય કામગીરી નહિ આપવાનો સમાવેશ થાય છે. તાલુકાની આંગણવાડી કાર્યકરો સહીતની.અન્ય બહેનો દ્વારા આંદોલનને ટેકો આપ્યો હતો અને અને પોતાની તમામ માંગણીઓ સંપૂર્ણપણે સ્વીકારવામાં આવે નહિ ત્યાં સુધી તમામ બહેનો કોઈપણ સરકારી કામગીરી કરશે નહિ અને આવનારી ચૂંટણીની કામગીરીનો પણ બહિષ્કાર કરતાં અળગા રહેશે.
Atn News khedbrhma