રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસમાં વરસાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે. હવામાન વિભાગના મતે આજે 17 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે અત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવતી કાલે અને આજે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી મહીસાગર, ભાવનગર, અમરેલી, સુરેંદ્રનગર, અરવલ્લી, બોટાદ, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે. તેમાં પણ ભારે વરસાદ ભાવનગર, ભરૂચ, વડોદરા સહીતના વિવિધ જિલ્લામાં પડી શકે છે. જ્યારે આવતી કાલે પણ ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્તાતાઓ વ્યક્ત કરાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મ, તાપી, ડાંગમાં પણ આવતી કાલે સારો એવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 10 વાગ્યા બાદ વરસાદી માહોલ વાતાવરણમાં પલટો આવતા જોવા મળ્યો છે. આ વખતે ગુજરાતમાં સારો એવો વરસાદ સિઝનનો પડ્યો છે. તેમાં પણ ખાસ કરીને મોટાભાગના રીજનમાં 100 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતો પણ વરસાદથી ખુશહાલ છે પરંતુ વધુ વરસાદ તારાજી પણ સર્જી શકે છે તેમાં પણ ખેતીને નુકશાન વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવવાથી થઈ શકે છે.