છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ બાદ આજે ભાદરવા સુદ ચોથા નિમિતે બે મોટા પર્વ ગણેશ ચતુર્થી અને જૈન સંવત્સરીની રંગારંગ ઉજવણી થઇ રહી છે. કોરોનાના નિયંત્રણો દુર થવાની સાથે જ સિહોર સાથે જિલ્લાભરમાં ગણેશોત્સવની ઉજવણીને લઇને ઉત્સાહ તથા ઉમંગ જોવા મળી રહ્યો છે. આજે શેરીઓ - પંડાલો જય ગણેશ'ના જય જયકારથી ગુંજી ઉઠયા છે. છેલ્લા એક અઠવાડિયાથી અનેક મંડળો - ગ્રપો - સંસ્થાઓ - ભકતો દ્રારા હોલ-નગારા તાલે અને નાચી ઝુમીને દુંદાળા દેવની વિધિવત સ્થાપના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જૈન સંવત્સરી - ચતુર્થી પક્ષ સાથે સંઘોમાં બારસાસૂત્રનું વંચન કરવામાં આવી રહ્યુ છે જેને લઇને જૈન શ્રાવકો, સંઘોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ ઉજવણી પર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે આ વખતે દેશભરમાં બંને પ્રસંગોની ડબલ ઉત્સાહથી ઉજવણી થઇ રહી છે. ઠેર-ઠેર ભક્તિભાવ પૂર્વક દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી રહી છે. ૧૦ દિવસ સુધી શહેર - ગામોમાં રોનક જોવા મળશો. બીજી તરફ ્જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા સંવત્સરી પર્વની પણ ઉજવણી થઇ છે. ગુરૂ ભગવંતોની નિશ્રામાં ક્ષમાપના પર્વ એવા સંવત્સરીની ઉજવણી થઇ છે. દેરાસરો, ઉપાશ્રયોમાં વિવિધ કાર્યક્રમો, ઉજવણી સાથે એકબીજાને હૃદયસહ મિચ્છામિ દુક્કડમ' કહેવામાં આવી રહ્યું છે. જૈન. સમુદાયમાં ૧૨ મહિનાના સૌથી મોટા દિવસ તરીકે સંવત્સરીની ઉજવણી થઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીનો ગુલાબી ચહેરો /SABANDH BHARAT NEWS /DEESA
ડીસા ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીનો ગુલાબી ચહેરો /SABANDH BHARAT NEWS /DEESA
PayTm Payment Bank: पेटीएम ऐप के सपोर्ट में खड़े हुए नोएडा के कारोबारी, सुनिए क्या कहा? | Noida
PayTm Payment Bank: पेटीएम ऐप के सपोर्ट में खड़े हुए नोएडा के कारोबारी, सुनिए क्या कहा? | Noida
ડભોઇ નર્મદા નદીમાં નીર ઓશરતા શ્રદ્ધાળુઓ વિધિ વિધાન અર્થે ઉમટ્યા
ડભોઇ નર્મદા નદીમાં નીર ઓશરતા શ્રદ્ધાળુઓ વિધિ વિધાન અર્થે ઉમટ્યા
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો.
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ( IMFL ) ની કુલ બોટલ નંગ -૪૦૨૦ ( કુલ પેટી...